પ્રસ્તાવના
પાછલા વર્ષોમાં, ટાટા મોટર્સ ફાઇનાન્સે ગ્રાહકોને તેમની લોન ઑફરિંગની ઝડપી ઍક્સેસ મેળવવા માટે ઘણાં સફળ પ્રયત્નો કર્યા છે. ગ્રાહકોને સરળ લોન અરજીઓ અને પુન:ચુકવણીની પદ્ધતિઓ સાથે સુવિધા આપવાના તેના અડગ પ્રયાસને અનુરૂપ, ટાટા મોટર્સ ફાઇનાન્સ ડિજિટલ અને વૈકલ્પિક ચુકવણી ઉકેલો અપનાવવા માટે પ્રોત્સાહિત કરવાનું ચાલુ રાખે છે. 'ગ્રાહક કેન્દ્રિતતા' TMF ની એકંદર કામગીરીના મૂળમાં હોવાથી, ટાટા મોટર્સ ફાઇનાન્સ એ ઉપયોગકર્તા-ના ઉપયોગ માટે સરળ 'કસ્ટમરવન ઍપ' વિકસાવી છે
અને ગ્રાહકોને લાસ્ટ માઈલની ખામીરહિત યાત્રા આપવા માટે ઑનલાઈન ચુકવણી પ્રદાતાઓની વિવિધ શ્રેણી સાથે ભાગીદારી પણ કરી છે.
ચુકવણી પદ્ધતિઓ
BBPS
કોઈપણ સમયે, ગમે ત્યાં, બિલ ચુકવણી. ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ (BBPS) એ રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા (RBI) દ્વારા ભારતમાં સંકલ્પના હેઠળની સંકલિત બિલ ચુકવણી સિસ્ટમ છે. BBPS "કોઈપણ સમયે ગમે ત્યાં બિલ ચુકવણી" ની સુવિધા આપે છે જે ગ્રાહકોને ડિજિટલ અને ઑફલાઇન પ્લેટફોર્મ દ્વારા સમગ્ર ભૌગોલિક વિસ્તારોમાં બહુવિધ ચુકવણી મોડને સક્ષમ કરીને સંકલિત, સુલભ બિલ ચુકવણી સેવાઓ પ્રદાન કરે છે
ઇન્સ્ટાપે/જીપે /ફોનપે
ઇન્સ્ટન્ટ પે સેવા [પ્રચલિત રૂપે ઇન્સ્ટાપે/ ક્વિક પે તરીકે ઓળખાય છે તે બેંક દ્વારા તેના ઑનલાઇન બેંકિંગ ગ્રાહકોને ઑફર કરવામાં આવતી સેવા છે, જ્યાં ગ્રાહક કોઈપણ પૂર્વ નોંધણી પ્રક્રિયા વિના વાસ્તવિક સમયના ધોરણે લોન એકાઉન્ટની ચુકવણી ઑનલાઈન કરી શકે છે.
E-NACH રજીસ્ટ્રેશન
E-NACH એ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા (NPCI) દ્વારા શરૂ કરવામાં આવેલ સેવા છે. આ TMF ના અમારા બેંકર્સ અને ગ્રાહક વચ્ચે ઈલેક્ટ્રોનિક રીતે આદેશોના રજીસ્ટ્રેશનની સુવિધા આપે છે. ગ્રાહક દ્વારા તેમના ક્રેડેન્શિયલ્સનો ઈલેક્ટ્રોનિક રીતે ઉપયોગ કરીને પ્રમાણીકરણને ધ્યાનમાં લેતાં આ સુરક્ષિત અને સચોટ છે.
સલામતી અને સુરક્ષા ટીપ્સ
TMF ક્યારેય કૉલ/SMS/ઇમેઇલ દ્વારા તમારા એકાઉન્ટની માહિતી માંગશે નહીં.
તમારા ID, પાસવર્ડ અથવા OTP ક્યારેય કોઈની સાથે શેર કરશો નહીં.
ચુકવણી કરતા પહેલાં TMF એકાઉન્ટના વિગતોની ચોકસાઈની પુષ્ટિ કરો.
અજાણ્યા સ્ત્રોતોમાંથી એકાઉન્ટ વિગતો/QR કોડ/ચુકવણી લિંક્સનો ઉપયોગ કરશો નહીં.
TMF સાથે સંકળાયેલ પુન:ચુકવણીની ઉપરોક્ત 3 પદ્ધતિઓને એક્સપ્લોર કરો
અજ્ઞાત સ્ત્રોતો પર વિશ્વાસ કરશો નહીં જે રેન્ડમ પુન: ચુકવણી વિકલ્પો પ્રદાન કરે છે.
તમારો પાસવર્ડ પૂછતા SMS, કૉલ્સ, ઇમેઇલ વગેરેનો જવાબ આપશો નહીં.
અમને customercare@tmf.co.in પર ઇમેઇલ કરીને શંકાસ્પદ ઘટનાની જાણ કરો
સુનિશ્ચિત કરો કે તમે તમારા એકાઉન્ટનો પાસવર્ડ નિયમિતપણે બદલતા રહો છો
તમારી લૉગઈન વિગતો દાખલ કરતા પહેલાં, વેબપેજની અધિકૃતતા સુનિશ્ચિત કરો જેમ કે વેબપેજ "https" થી શરૂ થાય છે: