ટાટા મોટર્સ ફાઇનાન્સ લિ. ("TMFL") ગ્રાહક દ્વારા અમને સબમિટ કરવામાં આવેલી ગ્રાહકની વ્યક્તિગત અને ફાઇનાન્શિયલ માહિતીને સુરક્ષિત રાખવા માટે દ્રઢપણે પ્રતિબદ્ધ છે અને અમે તેને અનધિકૃત ઉપયોગથી બચાવવા માટે પ્રયત્ન કરીશું.

માહિતી એકત્રિકરણ

ઑનલાઈન ચુકવણી કરવા માટે TMFL વેબસાઈટનો ઉપયોગ કરતી વખતે, TMFL અમારા ગ્રાહકોની વ્યક્તિગત માહિતીથી વાકેફ બની શકે છે, જેમાં ગોપનીય પ્રકૃતિની માહિતીનો સમાવેશ થાય છે.
TMFL અમારા ગ્રાહકોની ગોપનીયતાના રક્ષણ માટે દ્રઢપણે પ્રતિબદ્ધ છે અને ગ્રાહકની માહિતી અને વેબસાઈટ દ્વારા તેના પ્રસારણની ગોપનીયતાને સુરક્ષિત રાખવા માટે તમામ જરૂરી અને વાજબી પગલાં લીધાં છે અને આ નિજતા પૉલિસી અનુસાર અથવા ગ્રાહકો સાથે એગ્રીમેન્ટ્સના સંદર્ભમાં, જો કોઈ હોય તો, ગોપનીય માહિતીનું પ્રગટીકરણ કરવા માટે TMFL જવાબદાર રહેશે નહીં.
આ ઉપરાંત, મોટાભાગની વેબસાઇટ્સની જેમ, TMFL નિરંતર કનેક્શનને પ્રવૃત કરવા માટે ઉપયોગકર્તાઓની સિસ્ટમ પર સંગ્રહિત "કૂકીઝ" નામના ડેટાનો થોડા પ્રમાણમાં ઉપયોગ કરશે. "કુકીઝ" ગ્રાહકોની પસંદગીઓ અને પાસવર્ડ્સ વિશેની માહિતી સંગ્રહિત કરવા દે છે અને ગ્રાહકોને તેમની પાસવર્ડ માહિતી ફરીથી દાખલ કર્યા વિના અમારી સુરક્ષિત વેબસાઇટના વિવિધ પેજ પર જવા દે છે. એકત્રિત કરવામાં આવેલી કોઈપણ માહિતી વિવિધ એક્સેસ કંટ્રોલ દ્વારા સુરક્ષિત ડેટાબેઝમાં સલામત રીતે સંગ્રહિત થાય છે અને TMFL દ્વારા તેને ગોપનીય માહિતી તરીકે ગણવામાં આવે છે.
અમે ભલામણ કરીએ છીએ કે, ગ્રાહકોએ ગોપનીયતા જાળવીને ઉપયોગકર્તાનામ અને પાસવર્ડના ઉપયોગથી સાવચેત રહેવું જોઈએ અને સુનિશ્ચિત કરવું જોઈએ કે ગ્રાહકો જાણીજોઈને અથવા આકસ્મિક રીતે તેને શેર ન કરે, પ્રદાન ન કરે અને તેનો અનધિકૃત ઉપયોગ કરવાની સરળતા પ્રદાન ન કરે.

ગ્રાહકની વ્યક્તિગત અને ફાઇનાન્શિયલ માહિતી - ઉપયોગ અને પ્રગટીકરણ

અમારી નિજતા પૉલિસી અમારી વેબસાઇટની મુલાકાત લેતા લોકો પાસેથી એકત્રિત કરવામાં આવેલા ડેટાના રક્ષણ માટે, આ વતી નિર્ધારિત નિયમો અને નિયમનોનું ચોકસાઈપણે પાલન કરે છે. TMFL ઈન્ટરનેટ અને અમારી વેબસાઈટ દ્વારા મેળવેલા તમામ વ્યક્તિગત ડેટાને કાળજીપૂર્વક અને ગોપનીય રીતે સંચાલિત કરે છે જેથી એકત્રિત કરવામાં આવેલા ડેટાના સંદર્ભમાં વ્યક્તિને કોઈ શારીરિક/માનસિક નુકસાન ન પહોંચે. વ્યક્તિગત ડેટા કે જે સંભવતઃ અમારી જાણમાં છે તે ગુપ્ત રાખવામાં આવશે, નિજતાનો આદર કરવામાં આવશે અને માહિતીનો ઉપયોગ વિશિષ્ટપણે ફક્ત તે હેતુ માટે કરવામાં આવશે જે હેતુ માટે તેની અમને જાણ કરવામાં આવી હોય. 
TMFL, ને જો કે, લાગુ પડતા કાયદાઓ અનુસાર આવા સત્તાધિકારીઓ દ્વારા શરૂ કરવામાં આવતી કોઈપણ કાનૂની પ્રક્રિયાના સંબંધમાં વૈધાનિક સત્તાધિકારીઓને ગ્રાહકની વ્યક્તિગત અને ફાઇનાન્શિયલ માહિતી જાહેર કરવાની જરૂર પડી શકે છે.
TMFL ગ્રાહકોને શ્રેષ્ઠ સેવાઓ અને ઑફરોની શ્રેણી પ્રદાન કરવા માટે ગ્રાહકની માહિતી પણ શેર કરી શકે છે. TMFL આ માહિતીનો ઉપયોગ ગ્રાહકોને ઉત્પાદનો, સેવાઓ અને અન્ય માર્કેટિંગ સામગ્રી વિશે સલાહ આપવા માટે કરી શકે છે, જેના માટે TMFL ને લાગે કે ગ્રાહકોની રુચિ હોઈ શકે છે.
ગ્રાહક TMFL ને કાયદા, રૂઢિગત પ્રથા, ક્રેડિટ રિપોર્ટિંગ, સ્ટેટિસ્ટિકલ વિશ્લેષણ અને ક્રેડિટ સ્કોરિંગ, ચકાસણી અથવા રિસ્ક મેનેજમેન્ટ દ્વારા જરૂરી હોય તેમ, તેના આનુષંગિકો, પેટાકંપનીઓ, બેંકો, FIs, ક્રેડિટ બ્યુરો, એજન્સીઓ અથવા કોઈપણ ટેલિકોમ્યુનિકેશન અથવા ઈલેક્ટ્રોનિક ક્લિયરિંગ નેટવર્કમાં સહભાગિતા સાથે સંબંધિત વિગતો અને ગ્રાહકોના ટ્રાન્ઝેક્શનની હિસ્ટરી સાથે સંબંધિત તમામ માહિતીની આપલે, શેર કરવા, આપવા માટે અધિકૃત કરે છે અને આ માહિતીના ઉપયોગ અથવા પ્રગટીકરણ માટે TMFL જવાબદાર રહેશે નહીં.

તૃતીય પક્ષ સાઇટ્સ

કૃપા કરીને નોંધ લો કે આ નિજતા પૉલિસી કોઈપણ તૃતીય પક્ષની સાઇટ્સને આવરી લેતી નથી કે જેને TMFL વેબસાઇટ પર લિંક્સ પ્રદાન કરી શકે. આવી તૃતીય પક્ષ સાઇટ્સની પોતાની નિજતા પૉલિસી અને/અથવા ઉપયોગ સંબંધિત શરતો અને નિયમો હોઈ શકે છે.

પૉલિસીમાં ફેરફાર

વેબસાઈટ પરની કાર્યક્ષમતા અને વિષયવસ્તુના નિયમનમાં ફેરફાર અથવા વિકાસ થઈ શકે છે, TMFL નિજતા પૉલિસીમાં ફેરફારો કરી શકે છે અને આ નિજતા પૉલિસીમાં તે ફેરફારોને પ્રતિબિંબિત કરશે. આથી ગ્રાહકોને નિજતા પૉલિસી પર વારંવાર નજર નાખવાની વિનંતી કરવામાં આવે છે.

શરતોની સ્વીકૃતિ

વેબસાઈટ પર કોઈપણ સંબંધિત આઈકન અથવા બટનનો ઉપયોગ કરીને, ઍક્સેસ કરીને, ક્લિક કરીને અને/અથવા વેબસાઈટ પર રજીસ્ટર  કરીને અથવા TMFL દ્વારા ઑફર કરવામાં આવતી સેવાઓનો ઉપયોગ કરીને, ગ્રાહક આ નિજતા પૉલિસીની શરતો, નિયમો અને શરતો અને હકીકત કે TMFL વ્યક્તિગત માહિતી અને ફાઇનાન્શિયલ માહિતી સહિત તમારી માહિતી એકત્રિત કરે છે, સંગ્રહિત કરે છે, સંચાલિત કરે છે અને પ્રક્રિયા કરે છે, સાથે સંમત થયા હોવાનું માનવામાં આવે છે. આ નિજતા પૉલિસી, દરેક સમયે, નિયમો અને શરતો અને વેબસાઇટની પૉલિસીઓ સાથે વાંચવી જોઈએ.
કૃપા કરીને નોંધ લો કે આ નિજતા પૉલિસી કોઈપણ પક્ષ અથવા તેના વતી કોઈપણ કોન્ટ્રાક્ટ અથવા અન્ય કાનૂની અધિકારોનું નિર્માણ કરતી નથી, કે ન તો તે આવું કરવાનો ઈરાદો ધરાવે છે.

બંધ કરો

ટાટા મોટર્સ ફાઇનાન્સ તરફથી આકર્ષક લોન મેળવો

હમણાં જ અરજી કરો+ટોચ પર ખસેડો