ટાટા મોટર્સ ફાઇનાન્સ ખાતે, વિવિધ સંસ્થાકીય હસ્તક્ષેપ અમને 'હાઈ પરફોર્મન્સ વર્ક ક્લચર' સંચાલિત કરવામાં મદદ કરે છે. અમે અમારી જાતને 'વુલ્ફપૅક' કહીએ છીએ, જે કર્મચારીઓ માટે 'સામૂહિક થીમ' હેઠળ કામ કરવું, સાથે મળીને શિકાર કરવો, સાથે જીતવું, સાથે ઊભા રહેવું અને સાથે વિકાસ સાધવો' ની સામૂહિક થીમ હેઠળ ઉચ્ચતમ જુસ્સા, એકીકૃત સહયોગ અને જીતવાના ઉત્સાહ સાથે એક ટીમ તરીકે સામૂહિક ધોરણે કામ કરવાની પ્રેરણા બને છે.
વુલ્ફપૅક પરિવારની અમારી સંકલ્પના 2017 માં અસ્તિત્વમાં આવી, જેનો ઉદ્દેશ્ય સતત અનુકૂળ વર્ક ક્લચર અને વાતાવરણનું નિર્માણ કરવાનો છે, જ્યાં ચેમ્પિયન બનવું અનિવાર્ય છે! સંકલ્પનાએ અમારી વિવિધ ટીમોમાં જરૂરી લક્ષણો પર ભાર મૂક્યો, જેથી અમે પડકારજનક સમય અને બદલાતી ગતિશીલતા અનુસાર અનુકૂલન કરી શકીએ, પોતાને એક ચપળ અને મજબૂત ટીમ બનવા માટે સજ્જ કરી શકીએ. વુલ્ફપૅક પરિવારની સંકલ્પના કર્મચારીઓ નેતૃત્વમાં વિશ્વાસ અને શ્રદ્ધા અને સામૂહિક માલિકી અને સમાવેશિતા વિકસિત કરવાનો માર્ગ મોકળો કરે છે.
અમે માનીએ છીએ કે તંદુરસ્ત કર્મચારી એ ખુશ કર્મચારી છે અને ખુશ કર્મચારી જ ઉત્પાદક કર્મચારી છે. જો દરેક વ્યક્તિ તેમના સ્વાસ્થ્ય લક્ષ્યો પ્રત્યે પ્રામાણિક રહે, તો એક સંસ્થા તરીકે, આપણે ફિટ થઈ જઈશું!
અમારા સુખાકારી અભિગમને " સક્રિય+" કહેવામાં આવે છે અને આ પ્રોગ્રામ હેઠળની પહેલો કર્મચારીઓને "એક્ટિવ/સક્રિય" જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
#TMFisFit – એક ફ્લેગશિપ વેલનેસ પ્રોગ્રામ જે અમારા કર્મચારીઓ એટલે કે અમારા વુલ્ફપૅક ની એકંદર સુખાકારી પર ધ્યાન કેન્દ્રિત કરે છે . આ જાગરૂકતા નિર્માણ કરીને અને સક્રિય જીવનને આકર્ષકપણે સરળ બનાવીને કરવામાં આવે છે. કર્મચારીઓને વ્યક્તિગત સ્વાસ્થ્ય લક્ષ્યો હાંસલ કરવા માટે ટીમ તરીકે કામ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. મેરેથોન, મેડિટેશન/ધ્યાન, યોગ, ફિટનેસ પડકારો, સ્વાસ્થ્ય તપાસો, ડિજિટલ કોચ જે કર્મચારીઓને તેમના ફિટનેસ લક્ષ્યો સુધી પહોંચવામાં મદદ કરે છે.
ટાટા મોટર્સ ફાઇનાન્સમાં, અમે કર્મચારીઓને જાળવણીયોગ્ય અને સ્વસ્થ જીવન જીવવા માટે તેમની માનસિક અને શારીરિક એમ બંને પ્રકારની સુખાકારી માટે પ્રતિબદ્ધ થવા પ્રોત્સાહિત કરીએ છીએ.
જ્યારે અમે સખત મહેનત કરીએ છીએ, તે દરમિયાન અમે કામ પર આનંદ લેવાનું પણ ચૂકતા નથી! "TGIF અને શાનદાર શનિવાર" નામની અમારી કર્મચારી સહભાગિતા પહેલ એ સુનિશ્ચિત કરે છે કે આપણામાંના દરેક માટે કંઈક ને કંઈક છે જેની આપણે ઉત્સુકતાપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ. અમે નિયમિતપણે એવા તહેવારોની ઉજવણી કરીએ છીએ જે આપણાં લોકો વચ્ચે સમન્વય અને ભાઈબંધીને પ્રોત્સાહન આપે છે. અમે કર્મચારીઓના લગ્ન, અમારા કર્મચારીઓના બાળકોની શૈક્ષણિક સફળતા, મહિલા દિવસ વગેરે જેવી વિશેષ ક્ષણોની પણ ઉજવણી કરીએ છીએ.
અમારું L&D (લર્નિંગ એન્ડ ડેવલપમેન્ટ) ફોકસ મિશ્રિત લર્નિંગ રોડમેપ્સ દ્વારા ક્ષમતાઓ નિર્માણ કરવા પ્રત્યે છે જેમાં ઈ-લર્નિંગ, માઇક્રો મોબાઇલ લર્નિંગ એપ્લિકેશન અને સ્ટ્રક્ચર્ડ લર્નિંગ ઇન્ટરવેન્શનનો સમાવેશ થાય છે. અમારો ઉદ્દેશ્ય અમારા લીડરોને પ્રોત્સાહિત કરીને, તાલીમ આપીને અને ઉચ્ચ ભૂમિકાઓ નિભાવવા માટે સબળ નેતૃત્વની ધારા તૈયાર કરવાનો છે. નિરંતર શીખવાની સંસ્કૃતિનું નિર્માણ કરવા માટે, અમે ઇન-હાઉસ લર્નિંગ નિષ્ણાતો, ‘દ્રોણ’ (‘Dronas’) દ્વારા અમારા કર્મચારીઓના કાર્યાત્મક અને તકનીકી કૌશલ્યોને પ્રોત્સાહિત કરીએ છીએ.
નવીનતા અને સર્જનાત્મકતા અમારા હાર્દ મૂલ્યોમાં છે અને અમારા સંરચિત TMF નવીનતા પ્રોગ્રામ સાથે, અમે "કલ્પના કરો અને યોગદાન આપો" ની સંસ્કૃતિને પ્રેરિત કરીએ છીએ અને 'આઉટ ઑફ ધ બોક્સ' વિચારોને પ્રોત્સાહિત કરીએ છીએ જે ભવિષ્ય માટેના સુધારણા/નવીન પ્રોજેક્ટ્સની ધારાને સશક્ત બનાવવામાં યોગદાન આપી શકે.
TMF ખાતે કારકિર્દી
TMF અમારા કર્મચારીઓ જેમના માટે શ્રેષ્ઠતા માત્ર એક શબ્દ જ નથી પણ જીવન જીવાવની એક પદ્ધતિ છે તેમને સંરેખિત કરીને, કોચિંગ આપીને, સશક્તિકરણ અને પ્રેરણા પ્રદાન કરીને બિઝનેસ પરિણામો હાંસલ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. અમારું કાર્યબળ ગ્રાહકની જરૂરિયાતોને પૂર્ણ કરે છે, ગ્રાહકને મૂલ્ય પ્રદાન કરે છે અને વિશ્વસનીય ભાગીદારી વિકસાવે છે. ટાટા મોટર્સ ફાઇનાન્સ ઉચ્ચતમ શક્તિ અને ક્ષમતા ધરાવતી વ્યક્તિઓને આકર્ષવા, પ્રેરિત કરવા અને જાળવી રાખવા પ્રત્યે પ્રતિબદ્ધ છે.
અમારી ભરતી નીતી દ્વારા, અમે એવા કર્મચારીઓની શોધ કરીએ છીએ જેઓ માત્ર અમારા બિઝનેસ ઉદ્દેશ્યો સાથે જ નહીં પરંતુ સંસ્થાની સંસ્કૃતિ સાથે પણ આત્મસાત થઈ શકે. સક્ષમતાના વિકાસ પર કંપનીના ઝોકને ધ્યાનમાં રાખીને, અમે ઉમેદવારોને બદલે "યોગ્યતાઓ" નું સોર્સિંગ કરવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ.
જેમ કોઈ કંપની શ્રેષ્ઠ ઉમેદવારોને આકર્ષવાનો આશય ધરાવે છે, તેમ લોકોને પણ તેમના પ્રોફેશનલ લક્ષ્યો પૂરા કરવા માટે વ્યક્તિત્વ અને કાર્ય સંસ્કૃતિની દ્રષ્ટિએ સારી ફિટની જરૂર હોય છે. આને ધ્યાનમાં રાખીને, અમે TMF ને કામ કરવા માટે અને તમારી મહત્વાકાંક્ષાઓ કેળવવામાં મદદ કરવા માટે એક અદ્ભુત સ્થળ બનાવવામાં કોઈ કસર છોડતા નથી. અમે શરૂઆતના તબક્કાથી જ પ્રતિભાનું સંવર્ધન કરીએ છીએ અને દરેકને મેન્ટરશીપ અને માર્ગદર્શનની સમાન તક પૂરી પાડવા પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ જેથી તેઓ માત્ર કામ કરવાને બદલે શીખે અને વિકાસ સાધે.
"ગો ધ એક્સ્ટ્રા માઇલ" એ TMF ખાતે સક્ષમ કરતી સંસ્કૃતિનો આધાર છે કારણ કે અમે શ્રેષ્ઠતાની દિશામાં પ્રયત્ન કરીએ છીએ અને અમે જે કરીએ છીએ તેમાં નવા ધોરણો સ્થાપિત કરીએ છીએ.