આચારસંહિતા (કોડ ઑફ કન્ડક્ટ)
આ વ્યાપક દસ્તાવેજ કર્મચારીઓ અને ટાટા હેઠળની તમામ ગ્રુપ કંપનીઓ માટે નૈતિક પથદર્શક તરીકે કાર્ય કરે છે. તે માર્ગદર્શિકા પ્રદાન કરે છે જેના દ્વારા ગ્રુપ તેનો બિઝનેસ સંચાલિત કરે છે.
ટાટા આચાર સંહિતા (ટાટા કોડ ઑફ કન્ડક્ટ (TCoC) અમારા દરેક હિતધારકો પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાની રૂપરેખા પ્રદાન કરે છે, જેમાં અમે જે સમુદાયોમાં કામ કરીએ છીએ તેમનો પણ સમાવેશ થાય છે. તેવા સમયમાં જ્યારે આપણે બિઝનેસ સંબંધિત અને નૈતિક મૂંઝવણોનો સામનો કરીએ ત્યારે તે આપણાં માટે પથદર્શક પ્રકાશ બને છે અને આપણું માર્ગદર્શન કરે છે. આ સંહિતા ગતિશીલ પણ છે અને તેને સમયાંતરે બદલાવ કરવામાં આવે છે જેથી તે હંમેશા કાયદા અને નિયમનો અંગેના ફેરફારોને અનુરૂપ રહે. તે સાથોસાથ, તેના હાર્દમાં તે અપરિવર્તિત જ રહે છે.
આ સંહિતા અમારા કર્મચારીઓને તેમની ફરજો અને સહિયારા મૂલ્યો અને સિદ્ધાંતો પ્રત્યેની પ્રતિબદ્ધતાઓને સમજવામાં મદદ કરવાના અમારા નિર્ધારનો પુરાવો પણ પૂરો પાડે છે.
ટાટા આચાર સંહિતા (ટાટા કોડ ઑફ કન્ડક્ટ) (TCoC) વાંચવા માટે નીચે ક્લિક કરો: